રવિવાર, 8 ડિસેમ્બર, 2013

ખજાનો...

રખેને એ લૂંટાય જાય, છે એ મજાનો;
છે એ  મારા કિંમતી ગમનો ખજાનો.

કબૂલ્યો છે ગુન્હો  જે કદી કર્યો નથી;
તો હવે શિદને કરવો વિચાર સજાનો?

એમના જ વિચાર કર્યા કરે મન મારું;
વિચારે જેમ તોફાની વિદ્યાર્થી રજાનો.

ખાઈ ગયો થાપ કારોબાર-એ-ઇશ્કમાં;
બાકી હું ય હતો આદમી મોટા ગજાનો.

કહેવું હતું ઘણું ન કહી શક્યો હું એમને;
ખયાલ હતો મને ય એમની લજ્જાનો.

છે નાજુક દિલ તો એ તૂટવાનું હતું જ;
બસ હતો ઇંતેજાર એક નાની વજાનો.

જિંદગી આખી રસભર જીવ્યો છે નટવર;
કોઈ જ ભય નથી રહ્યો હવે એને કજાનો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું