ગુરુવાર, 26 ડિસેમ્બર, 2013

કેવી રીતે થાય પરખ?

કોણ કેવું છે અહીંકેવી રીતે થાય પરખ?
સહુ ફરે છે અહીં ચહેરા પર લગાવી વરખ.

આપણા હળવા મળવામાં ય છે ફરક સનમ;
છે મને જેટલો હર્ષ,શું છે તને એટલો હરખ?

કેટલાંક સંબંધો ય એવા જ હોય છે ઓ દોસ્ત;
આંગળીથી જેમ વેગળા  વેગળા રહે છે નખ.

ઝહેર જુદાઈનું પીને પણ જીવી ગયો સનમ;
કાં તું આવીને મળ કાં આપી દે વસમું વખ.

ન કોઈ એનો આર ન તો છે એનો કોઈ પાર;
ઇશ્ક તો ઇશ્ક જ છે, ઇશ્ક જ છે સાચો અલખ.

ઇતર તિતર બિતર શોધતા નથી મળતો ખુદા;
શોધવો જો હોય તો એક વાર તું ખુદમાં નિરખ.

કોના વિચાર કરે નટવર ને કોણ તારા કરે છે?
કદીક તો ખુલાસાવાર એના વિશેય કંઈક લખ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું