શનિવાર, 21 ડિસેમ્બર, 2013

સુકાની...છોડી જો દે તું ઓ સનમ, તારી આ બુકાની;
તો જરૂરઅ તને બનાવી દઉં હું મારો સુકાની.

ચાલ ઇશ્કમાં આપણે બનાવી નવો જ રાહ;
છોડી દઉં હું મારું અહમ્, તું ત્યાગ ગુમાની.

સંબંધ એવા આપણા હોવા જોઈએ સનમ;
કથા મારી સાંભળે સહુ મિત્રો તારી જુબાની.

તું માન, ન માન પણ છે એ એક હકીકત;
બસ તારે નામે જ લખી છે મેં મારી જુવાની.

કોઈ જાદુ છે તારી નજરનું કે છે કોઈ માયા;
બધે જ નજર આવે મને સુરત તારી સુહાની.

સાથ તારો જો મળતો રહે મને સર-એ- રાહ;
થવાની હોય તો ભલે થઈ જાય હવા તુફાની.

કોઈ જ અકસીર દવા નથી મરીજ-એ-ઇશ્કની;
બસ દોસ્તો હવે જરૂર છે મને તમારી દુઆની.

કવિતા  લખતા લખતા નટવર શું થઈ ગયું?
સીધી સાદી સરળ વાત પણ લાગે છે રૂહાની.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું