રવિવાર, 1 ડિસેમ્બર, 2013

અનુરોધ કર...


જો હું ખોટો હોઉં તો મારો તું વિરોધ કર;
નહીંતર પછી સૌને મારો તું અનુરોધ કર.

તારા દિલના જ ખૂણામાં મળી આવીશ;
દોસ્ત, જરા દિલથી મારી તું શોધ કર.

દોસ્ત, તારો બનાવટી પ્રેમ મને ખલે છે;
દિલ ખોલીને દોસ્ત મુજ પર તું ક્રોધ કર.

મીઠી મીઠી મન ગમતી વાતો છોડ હવે;
ધબ્બો મારી મધુરી ગાળોનો તું ધોધ કર.

પડાવશે તડ શત્રુઓ દોસ્તીના સામ્રાજયમાં;
એવા દુશ્મનની દોસ્તીનો તું અવરોધ કર.

દાવપેચ દોસ્તીના દુશ્મનો પાસે શીખ્યા છે;
એ વિશે આ (તુ)ફાની દુનિયાને તું બોધ કર.

છે મારો પ્રસંગ ને હું જ નથી તો શું થયું?
મારી શોકસભા હસતે મ્હોંએ તું સંબોધ કર.

નટવરની કવિતા તેં વગર વાંચ્યે ફેંકી છે;
એક દિ ફરી ફરી  વાંચશે એ તું નોંધ કર.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું