શુક્રવાર, 6 ડિસેમ્બર, 2013

ખુમાર...

જ્યારે ઊતરશે મારો ખુમાર;
સમજાય જશે  મારો સુમાર.

એ જ દઈ જાય દગો દોસ્ત;
જેને ચાહો છો તમે બેસુમાર.

જાનથી વધુ ચાહ્યા કર્યા મેં;
એમનેય આવી ગયો તુમાર.

આવ્યા લેવા ખબર મારી;
જીવે કેમ દિલનો બીમાર?

તણાય જઈશ આંસુંઓમાં;
આજકાલ વરસે છે દેમાર.

ગયા છે જ્યારથી છોડીને;
સુની અગાશી સુનો મિનાર.

મુજ જેવાં  એક મુફલિસને;
છેતરી ગૈ એક ચતુર નાર.

 કેવી રીતે રહીશ હું હોશમાં;
ઇશ્કમાં લાગ્યો છે મુઢમાર.

ભાગ્યે કરી સજા નટવરને;
જાનથી તો દોસ્ત, ન માર.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું