શનિવાર, 16 નવેમ્બર, 2013

કાલ સમજાશે...

આજ નહીં સનમ, કદાચ તને કાલ સમજાશે;
આયનામાં તને તુ નહીં, ચહેરો મારો દેખાશે.

રાતભર જાગતી રહેશે યાદમાં મારી તડપતા;
ગણવાને તને ઓછા પડશે તારાઓ આકાશે.

સખીઓ જો જોશે તારી રાતી મલાખી આંખોમાં;
એમને ત્યાં ય બધે જ મારી કવિતાઓ વંચાશે.

આજે ભલે કરતી રહે તું દાવો મને વીસરવાનો;
એક દિવસે તન્હાઈમાં તું જ મારી ગઝલો ગાશે.

લખશે જ્યારે જ્યારે નામ તારું ક્યાંય પણ તુ;
આપોઆપ તારા નામ પછી નામ મારું લખાશે.

લાગશે દાહ અનોખો તારા રેશમી તનબદનમાં;
શ્રાવણના સરવરિયાંમાં જ્યારે એકલી ભીંજાશે.

સળગાવ્યો દીવો મારી વફાનો તારી રાહ પર;
ચાલી નીકળ તું પણ હવે એના પ્રકાશે પ્રકાશે.

ન પૂછ કેમ નથી પુસ્તક નટવરની કવિતાઓનું;
એ કવિતાઓ તો યાર દોસ્તના દિલોમાં સચવાશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું