શનિવાર, 16 નવેમ્બર, 2013

વિચાર કરે છે...

જખમ પારાવાર આપી મને એઓ બહુ વિચાર કરે છે;
રાહ જોતો રહ્યો હું, એઓ ક્યારે મારો ઉપચાર કરે છે?

ઇશ્ક ન કરીયો કોઈ, કરીયો તો કિસીપે મરીયો ન કોઈ;
કમબખ્ત જીવતેજીવ કોઈ પર મરવા એ લાચાર કરે છે.

આવે જો એઓ મારી મૈયતમાં તો મને અડવા ન દેશો;
જીવતો થઈ જઈશ હું,  સ્પર્શ એનો પ્રાણ સંચાર કરે છે.

વાયે વાયે જો વાત વહેશે વાતનું ય થઈ જશે વતેસર;
ટેવ લોકોની,નાની નાની વાતમાં મોટો ચકચાર કરે છે.

બે દિલ મળે તો એક થાય એ વાત કેવી રીતે સમજાવું?
હોય એવાંય ઘણા નાદાન અમસ્તાં બે ને બે ચાર કરે છે.

શીશ તારું ય ભગવાન શરમથી ઝૂકી જતું હશે વારંવાર;
જ્યારે તારા નામે પ્રપંચીઓ અવનિ પર દુરાચાર કરે છે.

દોસ્તો અમસ્તાં નથી કહેતા કમાલનો છે આ નટવર પણ;
કર્યો છે જેણે એને ઘાયલ એ જ પ્રેમનો એ પ્રચાર કરે છે.



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું