શનિવાર, 16 નવેમ્બર, 2013

મને કોઈ ગમ નથી...

છેક સાવ એવું પણ નથી કે, મને કોઈ ગમ નથી;
બસ યાર મારા,કોરી કોરી આંખો મારી નમ નથી.

મને હરદમ યાદ કરવો કે ન કરવો એની મરજી;
હું એને યાદ પણ ન કરું એવીય કોઈ કસમ નથી.

ઇશ્ક મારો ઇશ્ક જ છે, ભવોભવ એ ઇશ્ક જ રહેશે;
એ ભલે એને માની રહ્યા પણ એ કોઈ ભરમ નથી.

લોકોનું શું?એમની આદત છે બે ચાર વાતો કરશે;
એ તો છે જ એવા, લોકોને સનમ, કોઈ શરમ નથી.

એક વાર જીવવાનું, મરવાનું હોય એક જિંદગીમાં;
એકની એક આ જિંદગીમાં કોઈ નવો જનમ નથી.

જનાજો મારો ઉઠાવતા પહેલાં બે વાર વિચારજો;
દિલ ધબકે છે એના નામે, બસ જિસ્મ ગરમ નથી.

મજહબના નામે સતત છેતરાતો રહ્યો હું અહિંયાં;
માંડ જ્ઞાન લાધ્યું ઇશ્કથી શાશ્વત કોઈ ધરમ નથી.

કેવી રીતે એ સાથ છોડે મારો? તમે જ કહો યારો;
પડછાયો છે મારો, કોઈ સાવ બેવફા હમદમ નથી.

લખતો આવ્યો રોજબરોજ નટવર સનમ તમારે કાજ;
ન લખશે એ, બસ કહી દો નજમમાં એની દમ નથી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું