શનિવાર, 16 નવેમ્બર, 2013

કમજોરી છે...

ન કોઈ સીનાજોરી, ન કોઈ મોટી ચોરી છે;
આ ઇશ્ક કમબખ્ત એક બડી કમજોરી છે.

મારી જાણ બહાર વીંધી નાંખ્યો આરપાર;
શું કહું યાર? નજર જાલિમની બિલોરી છે.

ન કરવી હોય તોય આવી જાય યાદ એની;
બેવફા એવા બાલમ મારા બહુ બરજોરી છે.

હસતા હસતા રમતા રમતા દિલ તોડે એ;
સમજે એને સમજાય,મિજાજ એનો તોરી છે.

કોણ જાણે એણે શું શું વાંચી લીધું છે એમાં !
બાકી કિતાબ મારી જિંદગીની સાવ કોરી છે.

કેવી થઈ ગઈ હાલત મારી એમના વિના?
જાણે કપાયેલ પતંગ છું અને ભરદોરી છે.

ઉછેર્યા આંસું સીંચી સીંચી સપના સનમમાં;
હર કાળી રાત મારી ફાગણ બની મહોરી છે.

  કરો નાહક ફિકર દોસ્ત, તમે નટવરની;
વસમી વિટંબણા એણે હાથે કરી વહોરી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું