શનિવાર, 16 નવેમ્બર, 2013

કાશ!


કાશ! આપ સનમ, મને પહેલાં મળ્યાં હોત !
અરમાનો આપણાં આંસુંમાં ન ભળ્યાં હોત.

ખોવાઈ જતે આપણે એકબીજાની આંખોમાં;
ને જગનાં ઠગ લોકને એ રીતે છળ્યાં હોત.

જતા જતા જોયું હોત મારા તરફ એક વાર;
ચરણો આપના પણ જરૂર પાછાં વળ્યાં હોત.

સાથે મળી ભેટીને ભલે આપણે રડ્યાં હોત;
એ આંસુંઓ આપણાં ખારાં નહીં,ગળ્યાં હોત.

મળીને આપણે બન્ને કદી ય અલગ ન થાત;
ને જુદા કરવા આપણને સહુ ટળવળ્યાં હોત.

પાથરી દેત હું મારી જાતને આપનાં ચરણોમાં;
આપ પણ સનમ,મારા તરફ સહજ ઢળ્યાં હોત.

પકડ્યો હોત હાથ મારો આપના કોમળ હસ્તમાં;
રાહ-એ-જિંદગીમાં અણગમતાં સાથ ટળ્યાં હોત.

લખી નજમ લાગણીમાં ઝબોળી કલમ નટવરે;
પડે જો એક નજર આપની,શબ્દોય ફળ્યાં હોત.





ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું