શનિવાર, 24 ઑગસ્ટ, 2013

જીવતર લાગે છે Fake...

મારા દિલની હર ધડકનો થઈ છે Hack;
જીવું તો છું પણ જીવતર લાગે છે Fake.

એમની આંખોમાં જોતા જ હું ડૂબી ગયો;
એ કજરારી આંખો છે કે કોઈ ગહેરું Lake.

દિલ લઈ ગયા, ન દિલ એમનું આપ્યું;
ન સમજ્યા ઇશ્કમાં હોય Give & Take.

સર-એ-રાહ સાથ છોડી ગયા એવા એઓ;
બદલાય ગયો ત્યારથી જીવનનો Track.

ડાહી દુનિયા સમજે મને ઇશ્કી દિવાનો;
મિત્રો થઈ ગયા દૂર સમજી મને Crake.

કોઈ ચાહે ન ચાહે, કોઈ માને ન માને;
હર કોઈ કરે છે પ્યાર કરવાની Mistake.

ચાલ નટવર હવે બહુ થયું આ લખવાનું;
તું પણ લઈ લે હવે તો એક લાંબો Break.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું