શનિવાર, 16 નવેમ્બર, 2013

ઉથાપીને....

જીવાતી નથી દોસ્ત, આ જિંદગી માપીને;
ચાલ્યા જાય છે જ્યારે કોઈ સંબંધ કાપીને.

એ છે તો પછી કેમ દેખાતો નથી કોઈને?
કેમ સમજવું? પ્રભુ બેઠો છે સર્વ વ્યાપીને!

મારી પાસે જે કંઈ છે એ લઈ લે, સનમ;
બનાવી દીધો તેં કુબેર દિલ તારું આપીને.

રહું છું દોસ્ત, હું ય નાજુક કાચના ઘરમાં;
પથરો લઈ બેઠાં છે કેટલાક લોકો ટાંપીને.

વાંચવું હોય તો વાંચી લે સનમ, તું પણ;
જીવું છું દિલની દિવાલે નામ તારું છાપીને.

મન બની જશે મંદિર ને થઈ જશે પાવન;
જોઈ લે, દિલમાં પ્રેમદેવતાને તુ સ્થાપીને.

આજે નહીં તો કાલે થશે પસ્તાવો તને પણ;
ગઈ છે વાત નટવરની તું સાવ ઉથાપીને.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું