શનિવાર, 29 જૂન, 2013

એ ગલત નથી...

સાવ સાચું જ હશે તો એ ગલત નથી;
જે હાથમાં છે એ બધું હસ્તગત નથી.

એની આંખોની ભાષા સમજી ન શક્યો;
એ સમજવાની મને તો આવડત નથી.

થઈ જાય એક નજરથી ઘાયલ એ તો;
મુલાયમ છે આ હૈયું, કંઈ સખત નથી.

યુદ્ધમાં મારી સામે સૌ સગા વહાલા છે;
હું જીતું એવી સહેલી કોઈ લડત નથી.

થતા થતા થઈ જશે પ્રેમ તમને પણ;
મારી સાથે જ થાય એવી મમત નથી.

આંખોથી થઈ ગઈ છે હા હસતા હસતા;
ને હોઠોથી કહે મારી સાથે સમંત નથી.

ચઢાવી મારી છબીને હાર કદીક એઓ;
મન મનાવશે જીવ મારો અવગત નથી.

લાગણી વહેવડાવે છે નટવર શબ્દમાં;
કવિતા કંઈ શબ્દની ઠાલી રમત નથી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું