શનિવાર, 29 જૂન, 2013

કમાલ કરે છે!

આ માણસ પણ ભાઈ, બહુ કમાલ કરે છે!
માણસ થઈ માણસને જ ઇસ્તેમાલ કરે છે.

છાયા પડછાયાને સતત પંપાળ્યા કરે છે;
અધૂરાં સપનાંઓને સતત વહાલ કહે છે.

ગતિ સમયની ન્યારી, કોણ સમજી શક્યું?
કોણ જાણે એ ક્યારે ગહેરી ચાલ કરે છે?

ઉત્તર જાણતા હોય છે સદા એ પ્રશ્નોના;
એ જ મને અઘરા અઘરા સવાલ કરે છે.

આપણાં આપણાં જિંદગીભર કરીએ જેને;
એ જ કમબખ્ત આપણા બુરા હાલ કરે છે.

ચહેરો વાંચી નથી જાણી શકાતું એ દોસ્ત;
કોણ કોના કેવાં કેવાં અહીં ખયાલ કરે છે!

મયખાનામાં જઈ મેં એક બુંદ નથી પીધી;
નટવર કોઈની યાદમાં આંખો લાલ કરે છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું