શનિવાર, 29 જૂન, 2013

એ એક આભાસ છે...


હું ય જાણું એ એક આભાસ છે;
અને તો ય મારા માટે ખાસ છે.

હું મને જ નથી મળતો એમ તો;
અને મારી સૌને અહીં તલાશ છે.

ચોમાસાની કોને ફિકર છે હવે?
આંખોમાં ચોમાસું બારેમાસ છે.

ભલે સુમન ગમે ત્યાં સંતાડે એ;
ભમરો એ જાણે ક્યાં સુવાસ છે.

જેવી છે જિંદગી એ જીવવી પડે;
તો ય જીવતર સૌને ક્યાં રાસ છે?

થોડી જગા ચાહું તમારા દિલમાં;
શું મારા માટે થોડો અવકાશ છે?

લખતો રહ્યો જેના માટે હું સતત;
વાંચવાની એને ક્યાં નવરાશ છે?

રોજ રોજ પરીક્ષા આપે રાખું હું;
કદી કહી દો, નટવર તું પાસ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું