ગુરુવાર, 9 મે, 2013

જુસ્તજૂ....

સાવ અધૂરી રહી ગઈ છે એમ તો કેટલીય હજુ;
ને જન્મે છે દિલમાં રોજ રોજ એક નવી આરજૂ.

તું જો ખુદા હાથ રાખે મારા સર પર એક વાર;
તો હર નમાજ પહેલાં કરું મારા આંસુંથી વજૂ.

લખું લખું ને હું શું લખું તારા વિશે સનમ વધુ?
તારા વિશે કંઈક લખી શકું હું,નથી એટલું ગજુ.

તુ માને ન માને,મને ચાહે ન ચાહે તારી મરજી;
હું નિશદિન હરપળ, જાગતા સુતા તને જ ભજુ.

સાથ જો તારો હર કદમ પર મળે સફરમાં મને;
સાથ સહુ હમસફરનો હસતા હસતા હું ય તજુ.

ન થાય એને કોઈ અસર આ શબ્દની,લાગણીની;
એની સમક્ષ રોજ રોજ કરું હું મારી લાગણી રજૂ.

જોઈએ એ નથી મળતું કદી નટવર સૌ કોઈને;
આ જિંદગીનું બીજું નામ એટલે અવિરત જુસ્તજૂ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું