રવિવાર, 10 માર્ચ, 2013

લખાઈ ગયું છે....

યાદ કર, કેવી રીતે એ ભૂલાઈ ગયું છે;
દિલ મારું તારાથી ક્યાંક મૂકાઈ ગયું છે.

આખેઆખું જંગલ આજ ધ્રૂસકે ચડ્યું છે;
જુવાનજોધ વૃક્ષ અચાનક સૂકાય ગયું છે.

ત્રોફાવ્યું હતું મારું નામ એણે દિલ પર;
કાળના થપાટમાં એ ય ભૂંસાઈ ગયું છે.

સપનું જ હતું,એ સપનું જ રહેશે સનમ;
આંખો ખૂલતાં એય ક્યાંક છુપાઈ ગયું છે.

સુમન છે તો એ સુવાસ તો આપશે જ;
ભલે લાખો હાથમાં જઈ ચૂંથાઈ ગયું છે.

લખવાનું હતું એ ન લખી શક્યો નટવર;
ન લખવાનું અમસ્તાં જ લખાઈ ગયું છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું