રવિવાર, 10 માર્ચ, 2013

અંગત અંગત...

કદી જેઓ ગણતા હતા મને એમનો અંગત અંગત;
ન જાણે કેમ એમને નથી ગમતી હવે મારી સંગત!

કોણ સમજી શક્યું છે કે હું નાદાન સમજી શકું એને;
સાવ કોરો કાગળ મોકલી કહે,વાંચી લે બધી વિગત.

રોજ રોજ મરું છું એના પર દોસ્ત, હું હસતા હસતા;
તો ય દોસ્ત મારા કેમ તું મને નથી કહેતો દિવંગત?

મોજ મજા મસ્તી ફૂલીફાલી રહી દિનપ્રતિદિન જગમાં;
બસ સૌના દિલમાં વધી રહી છે લાગણીઓની અછત.

શું કહું? એમની પાસે જરા ય સમય નથી મારા માટે;
ને દોસ્ત મારા, મારો ય ચાલી રહ્યો બહુ બુરો વખત.

ભલભલો જિગરી પણ એક અજનબી બની જાય અહીં;
એક વખત નીકળી જાય તમારી સાથે એની નિસબત.

લખતો રહે દિલની વાત નટવર રોજબરોજ આમ તો;
છે એની વાત સાવ સીધી, નથી કોઈ શબ્દોની રમત.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું