રવિવાર, 10 માર્ચ, 2013

કામ કરી ગઈ....

અરે સાકી!આ શું કામ કરી ગઈ?
મને તું આ કોનું જામ ધરી ગઈ?

મારો મહેકતો બાગ રડી રહ્યો છે;
પુષ્પ થવા પહેલા કળી ખરી ગઈ.

પકડી રાખી હતી સજ્જડ મુઠ્ઠીમાં;
જિંદગી મને છોડી ક્યાં સરી ગઈ?

રાહ જોતો રહ્યો હું કિનારે સનમ;
ને તું આખો પ્રેમસાગર તરી ગઈ.

જનાજાની તૈયારી કરો યારો હવે;
આજ એક અધૂરી ઇચ્છા મરી ગઈ.

માંડ માંડ ખાલી કરી હતી આંખો;
તારી યાદ આવી ફરી ભરી ગઈ.

કુંવારી હતી નટવરની આ કવિતા;
તને જોઈ,તારી પ્રીતને વરી ગઈ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું