રવિવાર, 10 માર્ચ, 2013

તમે શું જાણો?

તમને હું કેટલો કરું છું પ્યાર એ વિશે તમે શું જાણો?
તમારા વિના રહું છું બેકરાર એ વિશે તમે શું જાણો?

મળ્યા પછી એક વાર તમને આ શું થયું ગયું છે મને?
ખુદમાંથી જ થયો હું તો ફરાર એ વિશે તમે શું જાણો?

ન તો તમે કોઈ વાત કરી ન તો હું કંઈ બોલી શક્યો;
અને તો ય થઈ ગયો જે કરાર એ વિશે તમે શું જાણો?

ન તો તમે માંગ્યો કદી ન કદી માંગશો તમે એમ તો;
આપ્યો મેં જિંદગીનો અધિકાર એ વિશે તમે શું જાણો?

તમે મને ન યાદ કરો અને મારે તમને વીસરવા છે;
એ માટે ખુદ સાથે કરી તકરાર એ વિશે તમે શું જાણો?

અપનાવી છે જ્યારથી હકૂમત તમારા અમર પ્યારની;
દુનિયાએ કર્યો મારો અસ્વીકાર એ વિશે તમે શું જાણો?

શ્વાસ તો લઉં છું બરાબર તો ય જાણે હું જીવતો નથી;
તમારા પર હું તો મરું ધરાર એ વિશે તમે શું જાણો?

તમારી રાહ જોવી એ જ જીવન બની ગયું નટવરનું;
મજાનો છે કેટલો આ ઇંતેજાર એ વિશે તમે શું જાણો?

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું