શનિવાર, 9 માર્ચ, 2013

કોઈ ભીંતેથી આ આઈનો ઉતારો...

અરે! હવે તો કોઈ ભીંતેથી આ આઈનો ઉતારો;
ચોરી ગયો ચહેરો મારો છે એ બદમાશ ધુતારો.

આંગણું ઘર ગલી ગામ સજાવીને બેઠો રાહમાં;
આજકાલમાં એનો અહીં આવવાનો છે વરતારો.

કાન રાખી મારી છાતી પર સાંભળશો ધબકારો;
હર ધડકને વાગે છે ત્યાં એના નામનો એકતારો.

ન પૂછ દોસ્ત કેવી રીતે વિતાવું છું હર રાત હું;
બાકી નથી બચ્યો ગણ્યા વિનાનો એક સિતારો.

અજબ પ્રભુ તારી અવનિ ને રંગબેરંગી આકાશ
છે તારી લીલા અપરંપાર,છે તું અદભુત ચિતારો.

તમારે સહારે નૈયા તરાવી દીધી છે ભવસાગરમાં;
હવે સનમ તમે કાં એ મઝધારે ડુબાડો, કાં તારો.

 કોને માટે લખે છે તું નટવર ને કોણ એ વાંચે છે?
જેને માટે લખ્યું,કદી તો એય કરશે વિચાર તારો!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું