શનિવાર, 9 માર્ચ, 2013

છે..

આજનો આ આમ આદમી કેટલો મજબૂર છે!
રહે સૌની સાથ સાથ ને તો ય જોજનો દૂર છે.

ખૂલી આંખે એ જોતો રહે લાખો સપના સુહાના;
પછી એ ફાટી આંખે જુએ સપના ચકનાચૂર છે.

સૌને ખુશ કરવા, રાખવા કરતો રહે સૌનું કહ્યું;
બસ નથી સાંભળતો એના હ્રદયનો શું સૂર છે?

તમાચો મારી લાલ લાલ રાખે છે ગાલ ખુદનો;
બાકી આજે તો ક્યાં કોઈના ચહેરે અસલ નૂર છે?

સતત વેંઢારે ભારેખમ બોજ અધુરા અરમાનોનો;
આજનો માણસ માણનહિં જાણે એક મજૂર છે.


હસે એ સાવ ખોખલું ખોખલું હસવા પૂરતું હસે;
ખડખડાટ હસવાની એની ક્યાં કોઈ મગદૂર છે?

ઇશ્ક ફરમાવી જે થઈ ગયો બદનામ દુનિયામાં;
એ નાકામ ઇશ્કી આજકાલ હવે બહુ મશહૂર છે.

લખી શકે છે નટવર વાત દિલની આસાનીથી;
યાર મારા દરદ તો એના દિલમાં થોડું જરૂર છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું