શનિવાર, 9 માર્ચ, 2013

કોઈ લય નથી....


મારું હ્રદય હવે જાણે મારું હ્રદય નથી;
ધબકે તો છે પણ એમાં કોઈ લય નથી.

ક્યારેક ધબકે એ વધારે ક્યારેક ઓછું;
શું કરવું એણે?એનું હવે કંઈ તય નથી.

એકાદ ધબકારો ચૂકી ગભરાવી દે મને;
ને હસીને કહે મને એ કંઈ પ્રલય નથી.

ક્યાં સુધી ધક ધક કરતું રહેવું પડશે?
હ્રદયને આરામ કરવાનો સમય નથી.

ધબકે જેના માટે, જેના કાજે હ્રદય તું;
બની શકે એને હ્રદય જેવું હ્રદય નથી.

હ્રદય તો હ્રદય છે સદા રહે એ યુવાન;
વધે વખત સાથે એવી એની વય નથી.

ધબકાર એક, સુર એક, અલગ હ્રદય;
ને તોય એકબીજામાં કંઈ વિલય નથી.

રોજ રોજ કોઈના પર મરતો રહે નટવર;
એથી ઓ હ્રદય, મને મોતનો ભય નથી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું