શનિવાર, 9 માર્ચ, 2013

કોઈ તર્ક નથી...

આંસુંઓમાં સુખનો અર્ક નથી;
હકીકત છે એ કોઈ તર્ક નથી.

એમ તો રોજ મળું છું હું મને;
મારી સાથે મારો સંપર્ક નથી.

જે છે અહીં જ છે, અહીં જ છે;
અલગ સ્વર્ગ નથી, નર્ક નથી.

જેના પર મરતો રહ્યો હું રોજ;
ને એને તો કોઈ જ ફર્ક નથી.

ડૂબ્યો હું આંખોની ગહેરાઈમાં;
ત્યાં બીજું કોઈ જ ગર્ક નથી.

તને કોણ બચાવશે નટવર?
મયખાનામાં કોઈ સતર્ક નથી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું