રવિવાર, 10 માર્ચ, 2013

ઊલટા પાસા...

વહેંચાય ક્યાંક ખુશીના પતાસા;
ક્યાંક છવાઈ છે ઘનઘોર હતાશા.

જીતની બાજી હાથે કરી હાર્યો હું;
ફરકાવ્યા મેં સાવ ઊલટા પાસા.

તૂટી જ ગયું છે જ્યાં દિલ મારું;
જવા દે દોસ્ત તું ખોટા દિલાસા.

પીધું છે એ અધરોથી એક વાર;
બસ, ત્યારથી હોઠ રહ્યા પ્યાસા.

કેવી રીતે સમજુ એની વાત હું?
કરે ઇશારાથી એ મોઘમ ખુલાસા.

લખ્યા મેં એને લાખો પ્રેમપત્ર;
પરત લખે એ અબોલાના જાસા.

આંસુ ય વરાળ બની ઊડી ગયા;
બહુ ઊના ઊના છે એના નિસાસા.

સમય સમયની સૌ બલિહારી છે;
મારા પડછાયા ય ચાલે છે ત્રાસા.

કેવી થઈ ગઈ જિંદગી નટવર?
કરવા હરરોજ પડે નવા તમાસા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું