રવિવાર, 10 માર્ચ, 2013

લેઇટ ન કર...

હું ન આવું તો તું બહુ વેઇટ ન કર;
બસ તું આવવામાં કદી લેઇટ ન કર.

પ્યાર ન કરવો હોય તો ન કર મને;
તારી મરજી, પણ મને હેઇટ ન કર.

મળતા મળતા મળી જશે તનમન;
વચમાં કોઈ ભીંત તું ક્રિયેટ ન કર.

ફકત લૉગ ઓન થા દિલ પર તું;
ભલે સ્ટેટસ તારું અપડેઇટ ન કર.

રાહ પ્રેમના હોય છે થોડા ટેઢામેઢા;
મજા તો જ છે, એને સ્ટ્રેઇટ ન કર.

થોડી ભૂલો મને કરવા દે પ્રેમમાં;
તું ય કર,બધું જ એક્યુરેઇટ ન કર.

જેવો છું એવો જ રહેવા દે જે મને;
ખોટો વખાણી મને ગ્રેઇટ ન કર.

યાદમાં મારી નાહક આમ રડી રડી;
મસ્ત મસ્ત આંખો ઈરીટેઇટ ન કર.

તારા મૌનને સમજી જાય નટવર;
તારા અબોલાને ટ્રાન્સલેઇટ ન કર.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું