રવિવાર, 10 માર્ચ, 2013

સમય નઠારો હતો....

દોષ ન તો તારો હતો, ન મારો હતો;
કમબખ્ત આપણો સમય નઠારો હતો.

બિચારી નદીએ તો બહુ પ્રયત્ન કર્યો;
શું થાય? સમુંદર પહેલેથી ખારો હતો.

આકાશ સાવ જ ખાલી થઈ ગયું આજ;
જે ખર્યો એ ફક્ત એક જ સિતારો હતો.

દિલ સાથે રમવાની હતી આદત એને;
તૂટવાનો હવે મારા દિલનો વારો હતો.

વીસરી ગઈ એ જ પ્રેમનો એક નિયમ;
દિલ લઈ દિલ આપવાનો ધારો હતો.

પયમાના સૌ થયા ખાલી મયખાનામાં;
બુરા સમયમાં શરાબનો જ સહારો હતો.

ડૂબવાનો મને બસ ગમ એટલો જ છે;
થોડા કદમ દૂર જ મારો કિનારો હતો.

દિલ તૂટ્યું તો ખુશી મનાવ તું નટવર;
એક દિવસ તો તું ય એને પ્યારો હતો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું