રવિવાર, 10 માર્ચ, 2013

લાગે મને અહીં ઠેસ...

તું મને ત્યાં સહેજ યાદ કરે ને લાગે મને અહીં ઠેસ;
તારો ગમ પણ એવી ચિઠ્ઠી જેમાં છે ખુશીનો સંદેશ.

આંધી આવે યા આવે તુફાન કે વરસે વર્ષા ધોધમાર;
પ્રકાશ પ્રેમ જ્યોતનો થવા ન દઈશ હું જરા ય લેશ.

તુ તુ નથી રહી હું ય હવે ક્યાં હું રહ્યો છું આ ઇશ્કમાં;
કદીય આપણા ઇશ્કમાં થવા દઈશું તુતુમેંમેંનો ક્લેશ.

અલગ કર્યા છે ખુદાએ કદાચ એટલાં માટે આપણને;
થઈને અલગ, ભેગાં થતા પ્રેમ કરીશું આપણે વિશેષ.

માન ન માન સનમ, તારા ઇશ્કની જ આ અસર છે;
ઝેર તારી જુદાઈનું ગટગટાવીને હું થઈ ગયો મહેશ.

દોસ્ત,તન તારું વસે છે ભલેને તારા ખુદના વતનમાં;
દૂર નથી વતનથી હુંય, દિલમાં મારા વસે મારો દેશ.

હું એનો એ જ રહી ગયો,છું એવો જ રહીશ જિંદગીભર;
રોજબરોજ મારા આયનાને બદલાવ્યા રાખું પહેરવેશ.

દીકરો ભાઈ કાકા મામા દોસ્ત પતિ પ્રેમી અને શું શું?
એકને એક આ નટવર ભજવ્યા રાખશે કેટકેટલાં વેશ?

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું