શનિવાર, 9 માર્ચ, 2013

તું મારી ગઝલ છે....

હું રહ્યો એક સીધો સાદો શાયર ને તું મારી ગઝલ છે;
સહુ સમજી ગયા, તું ન સમજી, પ્યાર મારો અસલ છે.

જોઊં હું જે જે હસીન ચહેરો એક વાર તને જોયા બાદ;
હરેક ચહેરો તારી નજાકતતાની એક નબળી નકલ છે.

તું આપે કે ન આપે મને દિલ તારું સનમ,તારી મરજી;
લઈને જ રહીશ હું દિલ તારું,ઇરાદો મારો એ અટલ છે.

અમર પ્યાર આપણો છે સનમ એક ખીલતા કમળ જેવો;
એ કમળ તો ખીલીને જ રહેશે ભલે ચારે તરફ દલદલ છે.

શું છે આપણી જિંદગી? શું કહું દોસ્ત તને હવે એ વિશે?
બસ જન્મથી મરણ સુધી કદી પુરી ન થતી દડમજલ છે.

દફનાવવા પહેલાં મને કાઢી લેજો દોસ્તો દિલ મારું તમે;
ઘાયલ મારા દિલમાં કોઈની મધુરી યાદોની હલચલ છે.

રજૂઆત તારા દરદ-એ-દિલની નટવર અસર કરી ગઈ;
તારી જ નહીં, મહેફિલ આખીની આંખો હવે તો સજલ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું