શનિવાર, 26 જાન્યુઆરી, 2013

જિંદગીભર યાદ આવ્યા કરશે.

મને જોઈ થયા’તા ગુલાબી ગાલ જિંદગીભર યાદ આવ્યા કરશે;
બન્નેના શ્વાસોના બદલાયેલ તાલ જિંદગીભર યાદ આવ્યા કરશે;

એની કાજળઘેરી આંખોથી જ આપ્યો હતો એણે એક મોઘમ ઉત્તર;
કદી મેં ન કર્યા’તા એને જે સવાલ જિંદગીભર યાદ આવ્યા કરશે;.


યાદ કરી મને એકલા એકલા શરમાયા'તા આયનામાં નીહાળીને;
કર્યા’તા સપનામાં તુફાની વહાલ જિંદગીભર યાદ આવ્યા કરશે;.

શું શું વીસરી ગયો છું ન જાણે એમને સતત સખત યાદ કરતા;
મળ્યા એ તો ભુલાયેલ સૌ ખયાલ જિંદગીભર યાદ આવ્યા કરશે.

ખડખડાટ હસતા હસતા એની યાદમાં થઈ જાય આંખ ભીની ભીની;
નામ મારું ગૂંથી એણે આપેલ રૂમાલ જિંદગીભર યાદ આવ્યા કરશે.

એ રિસાય ગઈ એવી કે લાગે છે આખી દુનિયા બની ગઈ દુશ્મન;
મનાવવા એને કર્યા’તા લાખો કમાલ જિંદગીભર યાદ આવ્યા કરશે.

આંસું છુપાવવા જતા જતા ફરીને ન જોયું આખરી વાર મારી તરફ;
જેના હર કદમે ખરતું’તુ કંકુ એ ચાલ જિંદગીભર યાદ આવ્યા કરશે.

બહેલાવી સહેલાવી ઠૂકરાવ્યો જાલિમ દુનિયાને નટવરને હર ઠોકરે;
હતા ક્યારેક મારાય બહુ સારા હાલ જિંદગીભર યાદ આવ્યા કરશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું