શનિવાર, 26 જાન્યુઆરી, 2013

Image

આજકાલ ન જાણે કેમ આંખોમાં છવાયેલ રહે છે આછો ભેજ;
એથી સનમ, ધૂંધળી ધૂંધળી નજર આવે મને તમારી Image.

જેવી છે એવી જિંદગી ન બદલી શક્યા આપણે તો શું થયું?
ચાલ સાથે મળી આપણે બદલીએ હવે આખેઆખો એક Age.


આ દિલ તો દિલ છે,કોના કહ્યામાં એ રહ્યું કે એ કરે મારું કહ્યું?
દિલ તો છે પંખી જેવું, ફરરર ઊડી જાય ભલે બંધ હોય Cage.

ગમતા ગમતા ધીરે ધીરે હું ય તમને ગમવા લાગીશ એક દિ; 

 બસ તમારા મનને મારા વિચારોમાં રાખો રાત દિન Engage.

કેટ કેટલાં વેશ ભજવવા પડે છે એક અમસ્તી આ જિંદગીમાં?
પળે પળે, સ્થળે સ્થળ બદલ્યા રાખે આ દુનિયા એનો Stage.

જીવતા જીવતા એમ જ આ જીવતર ન જાણે ક્યાં વહી ગયું?
આવી ગયો અંત,ન આવ્યું જિંદગીની કિતાબનું આખરી Page.


વસી ગયો છે જ્યારથી દોસ્ત નટવર અહિં દૂર દૂર પરદેશમાં;
નિશદિન યાદ કર્યા કરે દેશમાં વિખૂટું પડી ગયેલ એનું Village.

1 ટિપ્પણી:

  1. જીન્દગી એક નાટક, રંગ્ભૂમિ બદલાય,પાત્રતો એનુ એજ , પ્રસ્ંગો બદલાય અને ભોગવવાનુતો પાત્રના ભાગેજ આવવાનુ. વસીએ વિદેશમા પણ વતન કેમ વિસરાય?
    બહુજ સરસ રચના.

    જવાબ આપોકાઢી નાખો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું