શુક્રવાર, 9 નવેમ્બર, 2012

જિંદગીના મરમ

સમજાય કદી જો આ જિંદગી મરમ;
તો મટી જાય સહુ રહ્યા સહ્યા ભરમ.

હસતા હસતા એ જ છેતરી જાય છે;
જેને આપણે માનતા રહીએ પરમ.

દિલ પથ્થરનું લઈને ફરે છે એઓ;
તનબદન છે જેમનું મુલાયમ નરમ.

હું ક્યાં કંઈ વધારે માંગું છું સનમ?
બસ મળે મને તારા નિગાહ-એ-કરમ.

ગઈ છે જ્યારથી છોડી મને એકલો;
છે કિસ્મતની દશા કદી નરમ ગરમ.

પ્રેમને પૂજા માનતી હતી કદી તું ય;
હવે વીસરી ગઈ તું તારો એ ધરમ.

આયનામાં જોતો નથી નટવર હવે;
ખુદની હાલત પર આવે એને શરમ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું