શુક્રવાર, 9 નવેમ્બર, 2012

છે

કેવી રીતે કહું હું અહીં બધું બરોબર છે?
લાગણીઓ બધી મારી સૌ અગોચર છે.

આંખમાં તારી ડૂબીને કદી મરી જઈશ;
તારી આંખ છે કે કોઈ માનસરોવર છે?

તારી સુંદરતા વિશે શું કહું હું ઓ સનમ?
તારા સિવાય બીજું ક્યાં કોઈ મનોહર છે?

ઇશ્ક ઈશ્વર, ઇશ્ક ખુદા,પ્રેમ એ પયગંબર;
દોસ્ત,ઇશ્ક જ ફાની દુનિયાની ધરોહર છે.

આવીને કદી એને ય તું પવિત્ર કરી જા;
તનમન મારું તારા વિચારોનું ગોચર છે.

ખુદને હારીને ય હું જીતતો રહ્યો હરદમ;
મારી સાથે લડનારા સૌ મારા સહોદર છે.

કોણ સાંભળે અહિં નટવરની વાર્તા હવે?
કહાણી જિંદગીની એક સરખી ઘરોઘર છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું