શનિવાર, 15 સપ્ટેમ્બર, 2012

ગજબ....

આ ઇશ્કની વાત હોય છે યારો ભારે ગજબ;
સીધા સાદા સનમમાં ય નજર આવે છે રબ.

થશે જો મુહબ્બત કોઈની સાથે સનમ તને;
જિંદગી જીવવાનો મળી જશે તને ય સબબ.

નજર મળતા જ નજર ઢળી જશે નજાકતથી;
થઈ જશે નજરોથી વાત, ખામોશ રહેશે લબ.

ન પૂછ તું કેવી હાલત છે મારી તારા વિના;
મિત્રો મને હવે કહેવા લાગ્યા છે જીવતું શબ.

તરસી તું થાય કદી જિંદગીની કઠિન રાહમાં;
આવજે મારી પાસે,માંડી છે મેં આંસુની પરબ.

તું જો એક વાર મળી જાય સનમ જિંદગીમાં;
આ ફાની દુનિયા સાથે ન રહે કોઈ મતલબ.

ઇશ્ક છે અલ્લા, ઇશ્ક છે ઈશ્વર, ઇશ્ક જ પ્રભુ;
આ ઇશ્કથી નટવર નથી કોઈ પવિત્ર મજહબ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું