શનિવાર, 15 સપ્ટેમ્બર, 2012

જીવલેણ મરજ...

બદલાય ગઈ મારા દિલના ધડકનની તરજ;
થયો છે જ્યારથી ઇશ્કનો આ જીવલેણ મરજ.

દોસ્તો ય એવા મળ્યા રાખ્યા છે ડગલે પગલે;
ફેરવી લે મ્હોં, સરી જાય જ્યારે એમની ગરજ.

એમની આદત છે એ વીસરી જાય આસાનીથી;
ને એમને સતત યાદ રાખવાની મને છે ફરજ.

મક્કા મદીના ન જાઊં, ન જાઊં હું તોચારધામ;
જ્યાં પડ્યા પગલાં એના શિરે ચઢાવું ચરણરજ.


દિવસ તો સરી જાય છે એને યાદ કરતા કરતા;
ન પૂછો શું થાય છે જ્યારે  ઢળી જાય છે સૂરજ.

કદી એ આવી ચડશે આંસુથી ધોવા તારી મઝાર;
સુતો છે કબરમાં નટવર, તું રાખ થોડીક ધીરજ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું