રવિવાર, 19 ઑગસ્ટ, 2012

સંગત

ધીરે ધીરે ગમવા લાગશે આપને ય મારી સંગત;
ને તમે કાનમાં મારી કહી દેશો વાત એક અંગત.

થતા થતા થઈ જશે ઇશ્ક તમને ય મારી સાથે;
ને શ્વેત શ્યામ જીવનમાં આવી જશે નવી રંગત.

યાદમાં તમારી એટલો તડપ્યો હર પળ નિશદિન;
સ્યાહીથી નથી, આંસુથી લખ્યો છે મેં પ્રેમનો ખત.

આજે ભલે અવગણ્યો છે મને તમે હસતા હસતા;
રડશો યાદમાં મારી કદી, થશે અશ્કની ય અછત.

આપની આંખોમાં રહેવાનું જો મળે એક પળ મને;
શું કહું સનમ? જીવતે જીવ મને મળી જાય જન્નત.

આ જનમ,નહીં સાત સાત જનમ મળતો રહીશ હું;
માનો ન માનો,મારા ઇશ્કમાં સનમ, છે એટલું સત.

મારી એકલાની મનીષા ન પુરી થાય એવું ય બને;
મળવા મને જન્મોજનમ, તમે ય રાખો કોઈ મન્નત.

પ્યાર શું છે કોને ખબર પડી? મને પડે, તમને પડે;
હું એટલું જાણું, થઈ જાય ઇશ્કમાં એકબીજાની લત.

આખરી વેળા ઓઢાડી જજો કફન રંગિન ચૂંદડીનું;
નહીંતર જીવ નટવરનો જતા જતા જશે અવગત.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું