શનિવાર, 14 જુલાઈ, 2012

જિંદગીની કહાણી...

દિલમાં છે દરદ અને આંખોમાં અખૂટ પાણી;
ઓ ખુદા કેવી લખી તેં આ જિંદગીની કહાણી?

વસાવ્યા છે જેને આંખોથી દિલમાં હંમેશ માટે;
એનાથી જ રાખી અમે એ વાત સાવ અજાણી.
...

હોઠોમાં વાત દબાવી, આંખોમાં રાખી છુપાવી;
ન જાણે કઈ રીતે દુનિયા ગઈ એ વાત જાણી!

તૂટી જશે રેશમની દોર જેવા સુંવાળા સંબંધો;
ન ચકાસ, સનમ,તું એને અધિક તાણી તાણી.

સ્નેહ છે સાચો,પ્રેમ છે પવિત્ર,ન જાય એ વ્યર્થ;
ભલે થાય ગમે એ,ન સુકાય કદી એ સરવાણી.

ભલેને થયા દૂર આપણે તો શું થયું ઓ સનમ?
ઘણી વાર એવું થયું,છે મારા હાથમાં તારો પાણિ.

કદી આવે ખયાલોમાં, કદી સતાવે છે સપનાંમાં;
ન રમ સનમ,તું મારી સાથે આમ અલક ચલાણી.

શું છે નટવરની રચનાઓ કોને ખબર કોણ જાણે;
આવે છે જે વિચારો કરતો એની રહે એ લહાણી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું