શનિવાર, 14 જુલાઈ, 2012

એક ક્ષતિ

માફ કરશો, મારાથી ય થઈ ગઈ છે એક ક્ષતિ;
જે ન થયા મારા, કર્યો પ્યાર મેં તો એને અતિ.

છે આયનો તો તું ય ન બોલ જૂઠ મારી સાથે;
જેવો છું હું એવો, કરી દે તું મારી જાતને છતી.
...

જતા જતા કરી ગઈ છે કોઈ જાદૂ એ એવું તો;
સાવ અટકાવી ગઈ છે એ મારા સમયની ગતિ.

દિલ લઈ, દર્દ આપી, મ્હોં ફેરવી ગઈ એ એવી;
ન સમજી એ એમ કરવાથી નથી જતું કંઈ પતી.

જોયો છે જ્યારથી એનો ચહેરો પાલવની આડમાં;
દોસ્ત મારા, સાવ મૂંઝાઈ ગઈ છે મારી ય મતી.

કર્યો છે તેં પ્રેમ તો સાચવજે સનમ તું પણ હવે;
જોજે, વિરહની આગમાં જલી બની જશે તુ સતિ.

કોણ છે તું સનમ અને કોણ છું હું? શું ફેર પડશે?
બની શકે એવું ય, છું હું કામદેવ અને તું છે રતિ.

એક કદમ આગળ ચાલી ભરું બે ડગલા પાછળ હું;
દોસ્ત મારા,પ્રેમપંથ પર છે મારી આટલી જ પ્રગતિ.

આવી આખરી વેળા ઓઢાળજે તારી ચુંદડીનું કફન;
સનમ,રોકવી જો હોય તારે મારા જીવની અવગતિ.

કોણ લખાવે છે નટવર તારો હાથ ઝાલી કહી દે તું;
લખતો આવ્યો આમ, લખતો રહે છે તું કોના વતી?

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું