રવિવાર, 15 જુલાઈ, 2012

કરું છું


મારી બંધ આંખોમાં અંધારું ચીતર્યા કરું છું;

અને એ તગતગતા તિમિરમાં તર્યા કરું છું.



હવે તો એ ય હું સાવ જ વીસરી ગયો છું;

  જાણે કેમ એને અમસ્તો સ્મર્યા કરું છું.



લાંબું બાંબુ જીવવાની લ્હાયમાં ઓ દોસ્ત;

એના પર રોજ રોજ થોડું થોડું મર્યા કરું છું.



કોઈક તો કદી સ્વીકારી લેશે હસીને એને;

આ ઘાયલ દિલ મારું સહુને ધર્યા કરું છું.



હર સુમન હોય છે સુવાસથી તરબતર;

બની ભ્રમર આગળ પાછળ ફર્યા કરું છું.



ભલે નથી રાખ્યો આસપાસ મને એણે;

ખયાલોમાં એના, હું જ વિચર્યા કરું છું



એકલતાની આદત પડી ગઈ નટવરને;

પડછાયો મારો જ જોઈને હું ડર્યા કરું છું.



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું