ગુરુવાર, 7 જૂન, 2012

હોય છે...


આ ઝંખનાઓનો ક્યાં કોઈ આધાર હોય છે?
એનું આવવાનું ને જવાનું બારોબાર હોય છે.

પથ્થર પર પુષ્પ મૂકી ને તિલક લગાવી દો;
યારો, પથ્થરમાં પણ એક અવતાર હોય છે.

મંદિર મસ્જિદ ગુરુદ્વારા દેવળની જરૂર ખરી?
કહેવાય છે, પ્રભુ તો સાવ નિરાકાર હોય છે.

છાલક આંસુની પૂરતી હોય છે ભીંજાવા માટે;
ને બારિશ ગમની ક્યારેક મુશળધાર હોય છે.

એને એક નજરે જોવાનો લહાવો અનોખો છે;
ગુલાબી ગાલે એક તલનો શણગાર હોય છે.

ટકોરો આંગળીએ લટકાવીને ફરતો રહ્યો હું;
તારા મશહૂર શહેરમાં બંધ હર દ્વાર હોય છે. 

સંગીત મૌનનું સાંભળતા શીખ નટવર તું ય;
મોઘમ ઇશારામાં ય સુરિલો રણકાર હોય છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું