બુધવાર, 4 એપ્રિલ, 2012

મળે

એને મળવાનો જો કોઈ અવસર મળે;
એ મળે તો મને જાણે ખુદ ઈશ્વર મળે.

સાવ કોરોકટ ફર્યા રાખું છું હું દરબદર;
કાશ મને એની લાગણી તરબતર મળે.

એવું નથી કે મારે જ રાહ જોવી જોઈએ;
એ ય મને મળવા કદીક તો તત્પર મળે.

પ્રભુ કદીક તો આપજે મને માંગ્યું જે મેં;
મેં ક્યાં કહ્યું કે જે માંગ્યું એ સત્વર મળે.

આયનાના નગરમાં અજાણ્યો બની ફરું;
હર શખ્સના હાથમાં કેમ પથ્થર મળે?

ગીતા ઉથલાવી, બાઈબલ પણ વાંચ્યું;
કુરાન જોયું, ક્યાંક પ્રભુના અક્ષર મળે.

તાળી દોસ્ત તો ઘણા મળી ગયા છે મને;
આંસુ લૂછે એવો કોઈ દોસ્ત સધ્ધર મળે.

સપનાંને હું સપનાં કેવી રીતે માની લઉં?
સપનાંમાં ય નવાઈનું નવું નવતર મળે.

ખુદ કોણ છે?ન થઈ જાણ નટવરને કદી;
એની આંખોમાં નિહાળું , કોઈ ઉત્તર મળે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું