ગુરુવાર, 5 એપ્રિલ, 2012

નથી કોઈ કમી...


એમ તો દોસ્ત જિંદગીમાં મારી નથી કોઈ કમી;
બસ નથી ઓછી થતી આંખોમાં આ એક નમી.

એ નાદાન દિલ મારું તોડી ગયા હસતા રમતા;
સજદા કર્યાતા મેં તો જેના ક્યારેક નમી નમી.

કંઈક તો  મજા એમને આવી હશે દોસ્ત મારા;
તેથી તો એમણે મારી સાથે આવી રમત રમી.

સનમ મારા છે એવા મનમોહક  દિલ લુભાવન;
વિચાર એમનો રેલાવી દે મારા લોહીમાં ગરમી;

રાતભર રડી રડી મેં આંસું છાંટીને ય જોઈ લીધું;
તો ય લાગી છે જે આગ દિલમાં ન કદી એ સમી.

પ્યાસ પ્યારની મારી વધતી ગઈ દિન પ્રતિદિન;
જ્યારથી પીધું છે મેં એની આંખોથી ઇશ્કનું અમી.

ન માંગ્યું એ સઘળું મળી જાય છે સાવ અમસ્તું;
એ જ કેમ નથી મળતું જે દિલને જાય છે ગમી?

ન મળ્યું ચેન દિલને ક્યાં ય જે મને મળ્યું ઘરમાં;
જે સુખની ખોજમાં નટવરે તો દુનિયા આખી ભમી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું