ગુરુવાર, 8 માર્ચ, 2012

જંજીર ન છોડ

બાંધી છે તેં જે હેતની એ જંજીર ન છોડ;
કહેવું હોય તે કહે,તું મૌનના તીર ન છોડ.

ચહેરો બદલાય છે, છબી ન બદલાય કદી;
ચહેરો પુરાણો બતાવે એ તસવીર ન તોડ.

પાંપણે લટકે મોતીની માળા એની યાદમાં;
બંધ કરી આંખો એ અમૂલખ નીર ન છોડ.

દિલ લઈ ગયા, ન દઈને ગયા એનું મને;
મારું છેક આવું કમનસીબ તકદીર ન છોડ

થાક્યો છું હવે હું મારા પડછાયાને પકડતા;
એક દી તો હાથમાં આવશે,તદબીર ન છોડ.

સગા રિશ્તા નાતા બદલાય જાય અમસ્તાં;
પુરાણાં સંબંધો નવા સંબંધ ખાતિર ન છોડ.

જેવો છે એવો જ દેખાશે તું નટવર સહુને;
હોય ગમે તેવી,  તું તારી તાસીર ન છોડ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું