મંગળવાર, 7 ફેબ્રુઆરી, 2012

દિલની તરજ

ન જાઉં હું તો કાશી મથુરા, નથી કરવી મારે હજ;
મારે શિરે ચઢાવવી છે બસ સનમ તારી ચરણરજ.

નથી જોવું કાશી મથુરા,નથી જોવું મારે વૃંદાવન;
જ્યાં જ્યાં પડ્યા પગલા એના ત્યાં જ મારું વ્રજ.

સાંભળ મારા દિલની ધડકન જરા ધ્યાન દઈ તું;
હર ધડકનોમાં સંભળાશે તારા જ દિલની તરજ.

ભલે સનમ મને તું યાદ કરે ન કરે કદી ભાવિમાં;
તને હરદમ યાદ કરવાનું મારે તો છે સાવ સહજ.

નીંદર વેચી બન્યો છું હું તારા સમણાંનો સોદાગર;
કેવી રીતે ઉતારુ હું તારા ઇશ્કનું અણમોલ કરજ?

ઇશ્ક મારો છે પાવન પવિત્ર,મારો તો એ જ ધરમ;
સનમ મારા આ પાવન પ્યારમાં નથી કોઈ ગરજ.

ન કરો કોઈ ઉપાય, બસ કરો દસ્તો હવે તો દુઆ;
મટે ન કદી ય નટવરનો ઇશ્કનો જીવલેણ મરજ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું