મંગળવાર, 7 ફેબ્રુઆરી, 2012

નથી

તૂટેલ મારા આ દિલની હવે કોઈ મરામત નથી;
કમબખ્ત તૂટેલ દિલ સાથે જીવવાની આદત નથી.

કેમ જીવી રહ્યો છું ખંડિત દિલ સાથે હું તો હસીને?
દોસ્તો આનાથી અદભુત તો કોઈ જ કરામત નથી.

લઈ લીધું ઘાયલ દીધું દિલ મારું હસતા હસતા;
દિલ એમનું મને આપવાની એની દાનત નથી.

હરદમ કરતી રહે છે એ મનોમન મારા વિચારો;
રૂબરૂ મળે તો કહે મારી સાથે એને ચાહત નથી.

આયનો દેખાડે મારા ચહેરાની બદલે ચહેરો એનો;
એને લાગે મારામાં ને એનામાં કોઈ તફાવત નથી.

વીસરી ગઈ તું સનમ સહજતાથી તો શું થયું?
જીવી જઈશ હું, તારું વીસરવાનું કયામત નથી.

આગનો દરિયો છે ઇશ્ક ને ડૂબીને પાર થવાનું;*
કહ્યું છે ‘જિગરે’ આવું કંઈક,મારો આ મત નથી.

નથી જતો હું મંદિરે ન કદી જાઉં હું તો મસ્જિદે;
મારે તો ઇશ્કથી મોટી કોઈ બીજી ઇબાદત નથી.

હારી ગયો છું ખુદની સાથે લડતા લડતા હું હવે;
મને મારા સિવાય કોઈ પણ સાથે અદાવત નથી.

સૂતો છે નટવર કબરમાં ખૂલી આંખે કફન ઓઢી;
મર્યા પછી ય દોસ્તો એને તો કોઈ રાહત નથી.

(જનાબ જિગર મુરાદાબાદીજીના શેર પરથી અભિપ્રેરિતઃ
ये इश्क नहीं आसां इतना समज लिजे
ईक आगका दरिया हे और डूबके जाना है॥)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું