ગુરુવાર, 9 ફેબ્રુઆરી, 2012

ફરે


અહિં આંખોમાં કોઈ જળ લઈને ફરે;
અહિં આંખોમાં કોઈ છળ લઈને ફરે

કોણ જાણે ક્યાં વરસી પડશે આજે;
કેશ ઘટામાં કોઈ વાદળ લઈને ફરે.

સરનામાં વિનાની છે જિંદગી સૌની;
હર શખ્સ  કોરો કાગળ લઈને ફરે.

દરિયો ભરીને કોણ રડે છે હવે અહિં?
પળ બે પળ અહિં ઝાકળ લઈને ફરે.

લાગણીઓના જંગલમાં પ્રેમ શું છે?
તૂટેલ સંબંધ ખૂટ્યા અંજળ લઈને ફરે.

રણની આ તરસ ય કેવી છે નટવર?
બળતી બપોરે એ મૃગજળ લઈને ફરે..

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું