ગુરુવાર, 9 ફેબ્રુઆરી, 2012

દવ દિલમાં લગાવીને

તમે તો જતા રહ્યા દવ દિલમાં લગાવીને;
કેવી રીતે નીકળું હવે હું ખુદને બચાવીને?

કેદ કરી દીધો મને આપના ઉરની અંદર;
કહો તો ખરા ક્યાં ફેંકી દીધી છે ચાવીને?

મેં સહજ હાથ મેળવ્યો હતો આપની સાથે;
જતા જતા તમે તો લઈ ગયા મારા ભાવિને.

ડૂબી જશો એક દિ ખુદ આંસુના દરિયામાં;
યાદમાં મારી આંખોમાં આંસુંઓ છલકાવીને.

નથી રાત પડતી નથી દિવસ ઊગતો હવે;
ગયા છો તમે મારો સમય સાવ અટકાવીને.

ભલે કહેતો રહે ગુલઝાર દિલ તો બચ્ચા હૈ;*
દિલ મારું નથી માનતું, મેં જોયું સમજાવીને.

લઈ રહ્યા છો આ કેવી મજા તમે રોજ રોજ?
આમ નવી કવિતા નટવર પાસે લખાવીને!

(*ગુલઝારજીની બેમિસાલ રચના दिल तो बच्चा है जी…ના સંદર્ભમાં)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું