મંગળવાર, 21 ફેબ્રુઆરી, 2012

અવઢવમાં

છુપાવી દે સનમ, તારો ચાંદસો ચહેરો હળવેથી પાલવમાં;
મારા દોસ્તો જ નહીં, દુશ્મનો પણ પડી જશે તારા લવમાં.

કહેવાય છે સનમ આપણી જુવાની છે ચાર દિનની ચાંદની;
જો જે જુવાની વીતી ન જાય પ્યાર કરુ ન કરુના અવઢવમાં.

દબાતે પગલે સનમ તું આવી રહી છે મારા સૂના જીવનમાં;
મારા જીવનનું સંગીત માણી રહ્યો છું તારા કોમળ પગરવમાં.

જલી રહ્યો છું હરદમ તો ય હસીને જીવી રહ્યો છું હું દોસ્તો;
મજા આવવા લાગશે, ઝંપલાવી જુઓ આ ઇશ્કના દવમાં.

નથી થતો મને નશો હવે પહેલાં જેવો મયખાને જઈને પણ;
શું સાકી, તું મેળવતી તો નથીને મગરના આંસુ આસવમાં?

કોનો ભરોસો કરે? હવે કોણ ભરોસો કરે? તમે જ કહો મિત્રો;
દાનવ બની મળ્યા રાખે એ,રહ્યો નથી હવે ભરોસો માનવમાં.

ધ્યાન દઈને સાંભળો કદી યારો,કાન દઈને સાંભળો દોસ્તો.
સુરિલો સુર ખુદાનો સંભળાશે તમને પંખીઓના કલરવમાં.

મળીને જે રીતે દીધો છે છેહ તેં આ જનમમાં સનમ મને;
ન કરીશ ફરી એવું કદી ય તું નટવર સાથે આવતા ભવમાં.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું