સોમવાર, 20 ફેબ્રુઆરી, 2012

આપણે મળ્યા છીએ

ઝાંઝવાંના અખૂટ પુર તરીને આપણે મળ્યા છીએ;
ખુદથી ખુદને દૂર દૂર કરીને આપણે મળ્યા છીએ.

કર્યો છે નશો આપણે બન્નેએ અમર પ્રીતનો સનમ;
આપણા અહમને ચકચૂર કરીને આપણે મળ્યા છીએ.

મને તું જ નજર આવે છે ને હું જ તારી નજરે આવું;
એકમેકને  આંખોનું નૂર કરીને આપણે મળ્યા છીએ.

આપણા પ્યારનો ક્યાં કોઈ પણ પર્યાય છે સનમ?
અણમોલ પ્રેમ ભરપૂર કરીને આપણે મળ્યા છીએ.

રૂબરૂ નથી મળ્યા આજકાલ તો હવે શું થયું સનમ?
સપનામાં મુલાકાત જરૂર કરીને આપણે મળ્યા છીએ.

મૌનને માણ્યું,એકાંતને જાણ્યું છે નટવરે તારા વિના;
આપણા પ્યાર પર ગરૂર કરીને આપણે મળ્યા છીએ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું