રવિવાર, 1 જાન્યુઆરી, 2012

એ નામને

બે નજર ચાર થઈ, પડી ગઈ ખબર આખા ગામને;
કરવા લાગ્યા વાતો ચોરે ને ચૌટે પડતું મૂકી કામને.

આંસું પી પીને હું તો બુઝાવીશ ભવોભવની પ્યાસને;
દોસ્ત હવે લઈ જા કદીક તેં આપેલ ગળતા જામને. 


એને મળ્યા પછી શું થઈ ગયું મને સમજ નથી પડી;
બસ શ્વાસે શ્વાસે રટતો રહું હું તો એના જ એક નામને.

ચાખી ચાખીને રાખ્યા હતા થોડાંક બોર જે શબરીએ;
એઠાં બોર વધારે મીઠા ને મધુરા લાગ્યા હતા રામને.

પ્રેમ રાધાનો કેવો અદભુત બંસરીને થાય એની ઈર્ષા;
કેમ યાદ કરે રાધાને સૌ પહેલાં,પછી યાદ કરે શ્યામને!

જમાનો ય હવે બદલાય ગયો છે સાવ વિના કારણે;
મળે જે વધુ સન્માન આજકાલ એક સાવ બદનામને,

મારી લખેલ રચનાઓ બધી હંમેશ તમારી છે સનમ;
શું ફેર પડે? મક્તામાં નટવર લખે ન લખે એ નામને.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું